Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યા છતાં ટેરિફ મામલે ચિંતા હળવી કરતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની તરફેણ કરવામાં આવ્યા સામે 2, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ મામલે મક્કમ હોવાના સંકેતે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈથી વિપરીત આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. આ સાથે ઘણા એ ગ્રુપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડોની તેજીએ સેન્સેક્સે 77000 પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચર એ 23400 પોઈન્ટની સપાટી કુદાવી હતી.


ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ મહિનામાં આવી ગયેલા મોટા કરેકશન બાદ ઘણા શેરો આકર્ષક વેલ્યુએશને મળવા લાગતાં માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બની જતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો - એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી ફ્રન્ટલાઈન-સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતા આજે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે તેજી જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેકસ વધતાં તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.14% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.05% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4162 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1213 અને વધનારની સંખ્યા 2823 રહી હતી, 126 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.