Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટ્રેડવોર અને ભારત-પાકિસ્તાન તણાવ દૂર થવા સહિત વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પડકારો ઘટતાં ભારતીય શેરબજારમાં સોમવારે નોંધાયેલા રૅકોર્ડ ઉછાળા બાદ સપ્તાહના બીજા દિવસે પ્રોફિટ બુકિંગ નોંધાતા આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સારું ચોમાસુ રહેવાનો અંદાજ, ફુગાવો - વ્યાજના દરમાં ઘટાડો, ચોથા ત્રિમાસિકના મજબૂત પરિણામો, સ્થાનિક વપરાશમાં વધારો તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતોના પગલે શેરબજારમાં તેજીની કમબેકની શક્યતાઓ છતાં ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.


બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.17% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.99% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, સર્વિસીસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4101 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1402 અને વધનારની સંખ્યા 2559 રહી હતી, 140 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 6 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સન ફાર્મા 0.84%, અદાણી પોર્ટ 0.48%, બજાજ ફાઇનાન્સ 0.29%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.04% અને ટેક મહિન્દ્ર 0.03% વધ્યા હતા, જયારે ઇન્ફોસિસ લિ. 3.54%, પાવર ગ્રીડ કોર્પોરેશન 3.40%, ઝોમેટો લિ. 3.38%, એચસીએલ ટેકનોલોજી 2.94%, ટીસીએસ લિ. 2.88%, ભારતી એરટેલ 2.74%, ઇન્ડસઇન્ડ બેન્ક 2.32%, એનટીપીસી લિ. 1.99%, એચડીએફસી બેન્ક 1.76% અને ટાટા મોટર્સ 1.76% ઘટ્યા હતા.