કોઠારિયા રિંગ રોડ પર સિક્સલેનનું કામ ચાલુ છે. જેના કારણે અહીં સર્વિસ રોડની હાલત ખૂબ જ ખરાબ થઇ છે. સર્વિસ રોડ પર ઠેર-ઠેર ખાડા થયા છે. થોડા દિવસ પહેલાં વરસાદી ઝાપટાંમાં આ સર્વિસ રોડ જાણે તળાવ બની ગયો હતો. આ વિસ્તારમાં રહેતા અને કામધંધો કરતા લોકો ચાલીને સર્વિસ રોડ ઉપરથી નીકળતા હોય છે. પરંતુ જ્યારે થોડા વરસાદમાં આ સર્વિસ રોડ તળાવ બની ગયો હતો અને ગોઠણડૂબ જેટલા પાણીમાં લોકો ચાલીને પસાર થવા મજબૂર બન્યા હતા. વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ તેમાં ભળી ગયા હતા.
સિક્સલેન થવાથી ચોક્કસપણે ફાયદો થશે, પરંતુ હાલમાં આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે અને તે કારણે લોકો હેરાન થઇ રહ્યા છે.