Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજ્ય સરકાર દ્વારા ધો.8માં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ(NMMS)ની પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે અને અંદાજે 5 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ આપવામાં આવે છે. ચાલુ વર્ષમાં લેવાયેલી NMMSની પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 67 વિદ્યાર્થીએ પાસ થઇને ઉત્તમ પરિણામ મેળવ્યું છે. ચાલુ વર્ષમાં નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપની પરીક્ષામાં જિલ્લાના કુલ 240 વિદ્યાર્થી પાસ થયા છે અને તેમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાના 67 વિદ્યાર્થી પાસ થયા છે. રાજ્ય સરકાર દ્વારા પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસઅર્થે દર વર્ષે રૂ.12 હજારની સ્કોલરશિપ અપાશે. ચાલુ વર્ષે લેવાયેલી એનએમએમએસની પરીક્ષા માટે યુઆરસી કો-ઓર્ડિનેટર દીપક સાગઠિયા અને તેમની ટીમે અથાગ મહેનત કરતાં અત્યાર સુધીનું સૌથી ઊંચું પરિણામ આવ્યું છે. આખા જિલ્લાના પરિણામ સાથે સરખામણી કરીએ તો રાજકોટ જિલ્લાના પાસ થયેલા કુલ વિદ્યાર્થીઓમાં 28 ટકા વિદ્યાર્થીઓ મનપાની સ્કૂલના છે. છેલ્લા પાંચ વર્ષમાં પાસ થનારની સંખ્યામાં બમણા કરતાં વધુનો વધારો થયો છે.

અન્ય શિષ્યવૃત્તિ પરીક્ષામાં પણ મહાનગરપાલિકાનું ઊંચું પરિણામ આવ્યું છે. ચાલુ વર્ષે લેવાયેલી જ્ઞાન સાધના પરીક્ષામાં પણ રાજકોટ કોર્પોરેશનનો વિદ્યાર્થી સમગ્ર રાજ્યમાં મેરિટમાં પ્રથમ આવ્યો છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં રાજકોટ કોર્પોરેશનના 133 વિદ્યાર્થી ફાઇનલ મેરિટમાં આવ્યા છે.