Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ન્યૂઝીલેન્ડની સંસદે માઓરી હાકા ડાન્સ કરનારા ત્રણ સાંસદને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં હાના-રાવહીતી માપેઈ-ક્લાર્ક, ડેબી નાગરેવા-પેકર અને રાવહીરી વૈતીનો સમાવેશ થાય છે. હાના પર સાત દિવસ અને તેમના બંને સાથીદાર પર 21 દિવસ માટે સંસદમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડની સંસદમાં માઓરી હાકા ડાન્સ કરનાર ત્રણ સાંસદ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુરુવારે મતદાન બાદ સંસદે ત્રણેય સાંસદને સસ્પેન્ડ કર્યા હતા. આ સાંસદોએ પ્રસ્તાવિત કાયદાના વિરોધમાં માઓરી હાકા ડાન્સ કર્યો હતો.

સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા ત્રણ સાંસદમાં હાના-રાવહીતી માપેઈ-ક્લાર્ક, ડેબી નાગરેવા-પેકર અને રાવહીરી વૈતીનો સમાવેશ થાય છે. હાના પર સાત દિવસ અને તેમના બંને સાથીદારો પર 21 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્રણેય સાંસદ માઓરી પાર્ટીના છે. અત્યારસુધી ન્યૂઝીલેન્ડની સંસદમાંથી કોઈને ફક્ત ત્રણ દિવસ માટે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.