Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સને ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ચલાવવા માટે ટેલિકોમ વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ છે. હવે તે ફક્ત ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે IN-SPACEની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટારલિંક ભારતમાં 840 રૂપિયામાં એક મહિના માટે અનલિમિટેડ ડેટા પ્રદાન કરશે.

ધ ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, સ્પેસએક્સ ભારતમાં તેની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરશે, જેમાં એક પ્રારંભિક પ્રમોશનલ અનલિમિટેડ પ્લાન હશે જેની કિંમત દર મહિને $10થી અથવા આશરે રૂ. 840થી ઓછી હશે.

સ્ટારલિંક સહિત સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપનીઓનું લક્ષ્ય તેમના યુઝર્સ આધારને ઝડપથી વધારવાનું છે. તે મધ્યમથી લાંબા ગાળામાં 10 મિલિયન એટલે કે 1 કરોડ ગ્રાહકો સુધી પહોંચી શકે છે. આ કંપનીઓને સ્પેક્ટ્રમના વિશાળ ખર્ચને ભરપાઈ કરવામાં મદદ કરશે.

સ્ટારલિંક આ લાઇસન્સ મેળવનારી ત્રીજી કંપની છે. અગાઉ યુટેલસેટ વનવેબ અને રિલાયન્સ જિયોને પણ આ લાઇસન્સ મળી ચૂક્યું છે. તે ભારતીય ટેલિકોમ માર્કેટમાં જિયો અને એરટેલ જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. સ્ટારલિંકની સેવા ખાસ કરીને એવા વિસ્તારો માટે ફાયદાકારક રહેશે જ્યાં ફાઇબર કે મોબાઇલ નેટવર્ક પહોંચતું નથી.